મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર સાથે સ્પર્ધા કરવા માટે Tataની Tiago CNG, Tigor CNG, પંચ CNG અને Altroz CNG અત્યારે ધૂમ મચાવી રહી છે. ટાટાની CNG કારની ખાસ વાત એ છે કે તેમાં બૂટ સ્પેસ વધુ હોય છે, જ્યારે કંપનીએ સેફ્ટી પર ઘણો ભાર મૂક્યો છે.
ટાટા મોટર્સ પાસે ભારતીય બજારમાં એક પછી એક કાર લોન્ચ થતા તમામ મોડલ હિટ નિવડી રહ્યા છે. કુલ 4 સીએનજી કાર છે જેના પર લોકો પસંદગી ઉતારી રહ્યા છે અને ખરીદી કરી રહ્યા છે.
ટાટા મોટર્સ ભારતીય બજારમાં કુલ 13 વાહનોનું વેચાણ કરે છે, જેમાં 4 હેચબેક, 6 SUV, 2 સેડાન અને એક પિકઅપ ટ્રકનો સમાવેશ થાય છે. આ 13 વાહનોમાંથી 4 મોડલ પણ CNG વિકલ્પમાં છે, જેમાંથી નવીનતમ સંસ્કરણ પંચ CNG છે.
તાજેતરમાં લૉન્ચ થયેલા ટાટા પંચ CNGના કુલ 5 વેરિઅન્ટ્સ ભારતીય બજારમાં રૂ. 7.10 લાખથી રૂ. 9.68 લાખની એક્સ-શોરૂમ કિંમતો સાથે વેચાય છે. પંચ CNG માઇલેજ 26.99 કિમીછે.
ટાટા મોટર્સ પાસે હાલમાં પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝના 5 CNG વેરિઅન્ટ્સ વેચાણ પર છે જેની કિંમત રૂ. 7.55 લાખથી રૂ. 10 લાખ સુધીની છે, એક્સ-શોરૂમ. Altroz CNGમાં પંચ CNG જેવા ડ્યુઅલ સિલિન્ડર પણ છે અને તેમાં સેફ્ટી ફીચર્સ પણ જબરદસ્ત છે. Altroz CNG માઇલેજ 26.20 km/kg સુધી છે.
ટાટા મોટર્સની એન્ટ્રી-લેવલ હેચબેક ટિયાગોને પણ CNGમાં છે તેના કુલ 5 વેરિઅન્ટ્સ છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 6.50 લાખથી રૂ. 8.20 લાખ સુધીની છે. ભારતમાં Tata Tigor CNGના કુલ 5 વેરિઅન્ટ વેચાય છે, જેની કિંમત એક્સ-શોરૂમ રૂ. 7.80 લાખથી રૂ. 8.95 લાખ સુધીની છે. Tigor CNG માઈલેજ 26.49 km સુધી છે.






