દેશના 77મા સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ગુજરાતના રાજયકક્ષાના ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અગાઉથી જ ‘4જી’ તો હતું જ હવે ‘5 જી’ તરફ આગળ ધપી રહ્યું છે. ‘4જી’ એટલે ગરવી ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત અને ગ્લોબલ ગુજરાત હવે ‘ગ્રીન ગુજરાત’ના ઉમેરા સાથે ‘5જી’ તરફ આગળ ધપી રહ્યું છે. વલસાડ જીલ્લામાં ધમડાચી ગામે સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઉજવણી રાખવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યુ હતું.
આઝાદી દિનના સંબોધનમાં મુખ્યમંત્રીએ વિકાસ-પ્રગતિના અનેકવિધ મુદાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આદીવાસી પટ્ટામાં ડાંગ જિલ્લાના 279 ગામોમાં સર્ફેસ સોર્સ આધારીત પાણી પૂરવઠા માટેની 866 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરીએ છીએ. ગરીબ નાગરિકોને વ્યાજખોરોથી બચાવવા માટે સરકારે 4 હજાર જેટલા લોક દરબારો કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગ્રીન ગ્રોથનો મંત્ર આપ્યો છે, ગ્રીન ગ્રોથ અને ગ્રીન ક્લીન એનર્જીની દિશામાં ગુજરાતે વિરાટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે કચ્છના ખાવડા નજીક 30 ગીગાવોટનો હાઈબ્રિટ રિન્યુબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. વડાપ્રધાને દેશવાસીઓને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહવાન કર્યુ હતું, તેમના આહવાનને ગુજરાતે ઉત્સાહ સાથે જીલી લીધુ છે. અત્યારે રાજ્યમાં 33 જિલ્લામાં 2645 અમૃત સરોવર બની ગયા છે. સિંચાઈને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અંદાજે 69.11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા વિકસાવી છે ચાલુ વર્ષે ખરીફ સિઝન માટે રૂ. 30 કરોડ મંજૂર કર્યા છે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, પોણા 8 લાખ ખેડૂતો 8.84 લાખ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે ઉદ્યોગ, વ્યાપાર, પ્રવાસન જેવા ક્ષેત્રો સાથે કૃષિ સિંચાઈ જેવા ક્ષેત્રોમાં પણ વિકાસની ગતિ તેજ બનાવી છે
આ સાથે જ ગુજરાત 4 આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ધરાવતુ રાજ્ય બન્યુ છે વાઈબ્રન્ટ સમિટ આજે બેંચ માર્ગ બની ગઈ છે, જાન્યુઆરી 2024માં આપણે વાઈબ્રન્ટ સમિટની 10મી કળી યોજવા જઈ રહ્યા છીએ મહિલાઓના કલ્યાણની પણ સરકારે દરકાર લીધી છે, સર્ગભાઓના પોષણમાં સુધારો લાવવા દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો તેલ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.50 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.