પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ તિરંગો લહેરાવી રાષ્ટ્રગીતનું પઠન કરી દેશના 77માં સ્વતંત્રના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
ભારત માતાની પ્રતિમાને પ્રદેશ અધ્યક્ષ સહિત સંગઠનના મહાનુભાવોએ પુષ્પો અર્પણ કર્યા તેમજ ઓટો રીક્ષા એસોસીએશન દ્વારા વિશાલ રીક્ષા રેલીની તિરંગા યાત્રાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રસ્થાન કરાવ્યું હતું.