5 મી  ઓકટોબરથી ભારતના યજમાન પદે ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે તેની ટીકીટ માટે નવી સીસ્ટમ દાખલ કરવામાં આવી છે જે અંતર્ગત ટીકીટ મેળવતા પૂર્વે ક્રિકેટ રસીયાઓએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે.રજીસ્ટ્રેશન પ્રક્રિયા મંગળવાર 15 ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવી છે.રજીસ્ટ્રેશન માટે www.cricketworldcup.com ઉપરાંત સતાવાર રીતે ટીકીટ પાર્ટનરની વેબસાઈટ પર પણ બુકીંગ થઈ શકશે.
રજીસ્ટ્રેશન હેઠળ ટીકીટ મેળવવા માંગતા ક્રિકેટ રસીયાઓએ પોતાનું નામ અને સરનામું આપવા ઉપરાંત વેબસાઈટ દ્વારા માંગવામાં આવતી અન્ય માહિતી પણ આપવી પડશે. મેચોની ટીકીટ 25 ઓગસ્ટથી વેંચાણમાં મુકાશે. 25 ઓગસ્ટે ભારતના પ્રેકટીસ મેચો અને ભારત સિવાયનાં અન્ય મેચોની ટીકીટ વેંચાણમાં મુકાશે.30 ઓગસ્ટે ભારતના ગૌહાટી અને તીરૂવંથપુરમનાં મેચોની ટીકીટ મળશે.31 ઓગસ્ટે ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પુનાની મેચોની ટીકીટ મળશે.
1લી સપ્ટેમ્બરે ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં રમાનારા ભારતના મેચોની ટીકીટ મળશે. 2 સપ્ટેમ્બરે બેંગ્લોર અને કલકતામાં રમાનારી મેચોની ટીકીટનું વેંચાણ શરૂ થશે. 3 સપ્ટેમ્બરે ભારતના અમદાવાદમાં યોજાનારા મેચોની ટીકીટ મળશે.જયારે 15 મી સપ્ટેમ્બરે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોની ટીકીટો ઉપલબ્ધ થશે
 
			

 
                                 
                                



