સુપ્રીમ કોર્ટે શિક્ષકોનીભરતી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં બી.એડ નહી ચાલે, ફક્ત પીટીસી જ ચાલશે. સુપ્રીમ કોર્ટે આના સંદર્ભમાં અગાઉ કરેલા નિર્ણયને રદ કર્યો છે. આ નવા નિર્મયના પગલે ગુજરાત સરકારે પણ હવે આ નિર્ણય અમલમાં લાવવો પડશે. જો આમ થશે તો ગુજરાતમાં શાળાઓમાં શિક્ષકોની ભરતીના નિયમમાં ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના છે.
ગુજરાતમાં આ નિર્ણયને લઈને અસમંજસની સ્થિતિ સર્જાવાની પુરેપુરી શક્યતા છે, કેમ કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધો 1થી 5 પ્રી પ્રાઇમરી અને ધો 1થી 8 પૉસ્ટ પ્રાઈમરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રાઈમરી શિક્ષણને લઈને નિર્ણય આપ્યો છે.
રાજસ્થાનમાંથી સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના પગલે સુપ્રીમે એનસીટીસીનો નિર્ણય રદ કર્યો છે. હાલ ગુજરાતમાં પીટીસી અને બીએડ કરેલા બંને શિક્ષકોની ધો 6થી 8ના શિક્ષક તરીકે ભરતી થાય છે. આ અંગે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા NCTE દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવા પડે તેવી શકયતા છે, નવા નિર્ણય અંગે શિક્ષણવિદ અને સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સદસ્ય નિદ્દત બારોટે મીડિયા આ વાતની માહિતી આપી હતી.






