ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂરો થઈ ગયો છે. જ્યાં ભારત વનડે અને ટેસ્ટમાં ક્લીન સ્વીપનું સપનું પૂરું કરી શક્યું નથી, તો બીજી તરફ ટી-20 સિરીઝ હારી ગયું છે. પાંચમી T20 મેચની સાથે જ સીરીઝ 2-3થી હાર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાના નિવેદનને લઈને હોબાળો થયો છે. તેણે તો એમ પણ કહ્યું કે ક્યારેક હાર જરૂરી છે, જેના માટે ક્રિકેટ ચાહકો અને ઘણા દિગ્ગજ ખેલાડીઓ તેની ટીકા પણ કરી રહ્યા છે. બીજી તરફ હાર્દિકના નિવેદન પર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની યાદ આવી ગયા છે.
વાસ્તવમાં, હાર્દિકે કહ્યું હતું કે અંતિમ લક્ષ્ય ICC T20 વર્લ્ડ કપ છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાનો છે અને તેમાં હજુ સમય બાકી છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક હાર પણ જરૂરી હોય છે, કારણ કે તેમાંથી શીખવાનું મળે છે. અશ્વિને હાર પર હાર્દિકનો બચાવ કર્યો, પરંતુ ICC T20 વર્લ્ડ કપને લઈને તેણે કહ્યું કે તેને નથી લાગતું કે હવે વધુ સમય બાકી છે.
હાર્દિકના બચાવમાં અશ્વિને શું કહ્યું?
રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હું કોઈની વાત નથી કરી રહ્યો અને ન તો હું કોઈનું સમર્થન કરી રહ્યો છું. આ બધી બાબતો પછીની છે, પરંતુ જો તમે યુવા તરીકે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહ્યા છો, તો તમારે ત્યાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. ત્યાંના સ્થાનિક ખેલાડીઓને ત્યાંની સ્થિતિ સારી રીતે ખબર હશે, જ્યારે મુલાકાતી ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.’
અશ્વિનને યાદ આવ્યા ધોની
પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના શબ્દોનો ઉલ્લેખ કરતા રવિચંદ્રન અશ્વિને કહ્યું કે એમએસ ધોની અને મારા કેટલાક કોચે આ વાત કહી છે કે, જ્યારે તમે હારો છો ત્યારે તમે ઘણી વસ્તુઓ શીખો છો, પરંતુ જે જીત્યા પછી પણ શીખે છે તે લોકો ચેમ્પિયન બને છે.’ આ સિવાય અશ્વિને આ શ્રેણીની સકારાત્મક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્માનું નામ હતું. તેણે કહ્યું કે ટી-20 ઈન્ટરનેશનલમાં ભારત પાસે બેટિંગ ડેપ્થ નથી.