લોકમેળાની રાઈડ માટે કાલે ફરી હરાજી, ભાગ નહિ લ્યે તેની ડિપોઝીટ જપ્ત કરાશે ‘‘રસરંગ લોકમેળો’’: ૧૮ ઓગસ્ટે યોજાનારી યાંત્રિક પ્લોટની હરરાજીમાં સંબંધિતોને ભાગ લેવા સૂચના રાજકોટ ખાતે પાંચ થી નવ સપ્ટેમ્બર સુધી યોજાનારા ‘‘રસરંગ લોકમેળા’’ માં કેટેગરી ઈ, એફ, જી – ૧ અને જી – ૨ યાંત્રિક પ્લોટની જાહેર હરરાજી આવતી કાલે ૧૮ ઓગસ્ટે બપોરે ૩.૦૦ વાગ્યે, મીટીંગ હોલ, પ્રથમ માળ, નાયબ કલેકટર રાજકોટ શહેર-૧ ની કચેરી, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેની સર્વે અરજદાર માગણીદાર તેમજ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવાની રહેશે. જે અરજદારો કે માગણીદારોએ હરરાજીમાં ભાગ લેવા માટે ડીપોઝિટની રકમ જમા કરાવી હશે, તેઓ આ હરરાજીમાં ભાગ નહીં લે તો તેઓની ડીપોઝિટની રકમ જપ્ત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકમેળાના ફોર્મની શરત નંબર-૮ ની જોગવાઈઓ મુજબ ખાસ કિસ્સામાં હરરાજી કર્યા વગર પ્લોટનો નિકાલ કરવામાં આવશે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ શહેર-૧ શ્રી કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે