ગુજરાત પોલીસ માટે DGP વિકાસ સહાયે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈપણ પોલીસ કર્મી સોશિયલ મીડિયાનો દુરપયોગ કરશે, અને પોલીસ કર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે તો તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે આ પરિપત્ર જાહેર થયા બાદ પોલીસબેડામાં અટકળો શરૂ થઈ ગઈ છે.
બહોળી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરતા હોય છે. આ કારણે પરિપત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કારણે સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી તે કારણે પોલીસની છબીને પણ અસર થતી હોય છે.નવા નિયમ મુજબ ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા આચારસંહિતા જાહેર કરવામાં આવી છે.