અબડાસા તાલુકાના પિંગલેશ્વર દરિયાઈ વિસ્તારમાં ફરી એક વખત ચરસના દસ પેકેટ તેમજ એક સેલ મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ આજે સ્ટેટ આઇ. બી,એન.આઇ. યુ તેમજ જખૌ પોલીસ દ્વારા પિંગલેશ્વરના દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું આ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા તેમજ તેની સાથે એક સેલ મળી આવ્યો છે.
ઈકાલે સીંધોળી નજીક 10 પેકેટ ચરસના મળી આવ્યા હતા બજારમાં એક કિલો ચરસની કિંમત દોઢ લાખ આંકવામાં આવે છે. આજે મળી આવેલ સેલ કયા પ્રકારનો છે તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે. સતત એક અઠવાડિયાથી ડ્રગ્સ બિનવારસી ઝડપાઇ રહ્યો છે ત્યારે ફરી કચ્છના દરિયાઈ વિસ્તારમાં કનસાઈમેન્ટ પહોંચાડવામાં આવતું હોય અને સુરક્ષા દળોને જોઈને ફેંકી દેવાયું હોય તે એક હકીકત છે. આ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.