મિયામીથી 271 યાત્રીઓને લઇને ચીલી લઇ જઇ રહેલ એક વાણિજિયક વિમાનમાં બાથરૂમમાં પડી જવાથી પાયલોનું મૃત્યુ થયું હતું. જેના કારણ સહ પાયલોટ આ વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ પનામાના ટોકયુમેન આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર કરાવવું પડયું હતું. ત્યાં હાજર ડોકટરોએ તેનો ઇલાજ કરવા પહોંચ્યા પણ ત્યાં સુધીમાં તો તેનું મોત થઇ ગયું હતું. સુત્રો અનુસાર પાયલોટનું મોત હાર્ટ એટેકથી થયું હતું. મૃત્યુ પામનાર પાયલોટ ઇવાન અંડોર રપ વર્ષના અનુભવી હતા. લાટમ એર લાઇન્સ ઉડાન ભરે તેના ત્રણ કલાક પહેલા પાયલોટ અસ્વસ્થતા અનુભવતા હતા.