છેલ્લા કેટલાંક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણીપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી હતી. થવઈ કુકી ગામમાં શંકાસ્પદ મૈતેઈ જુથ સશસ્ત્ર લોકો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ગોળીબારમાં ત્રણ કુકી જુથના લોકો માર્યા ગયા હતા.આ ઘટનાને પગલે બીએસએફ સહીત સુરક્ષા દળોએ પૂરા વિસ્તારને ઘેરીને તલાસી અભિયાન શરૂ કરી દીધુ છે. ક્ષેત્રમાં સ્થિતિ તનાવપૂર્ણ છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ મૈતેઈ હુમલાખોરોએ સૌથી પહેલા ગામની ડયુટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. જયાં કુકી સમુદાયના સ્વયં સેવકો ગામની સુરક્ષામાં ડયુટી કરી રહ્યા હતા. આ ગોળીબારીમાં કુકી સ્વયંસેવકોનાં ત્રણ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓની ઓળખ જામખોગીન હાઓકીય ઉ.વ.26, થાંગખોકાઈ હાઓકીય ઉ.વ.35, અને હોલેનસોન બાઈલે ઉ.વ.24 તરીકે થઈ છે.હિંસાની ઘટના બાદ બીએસએફ સહીત અન્ય સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને પુરા વિસ્તારમાં તલાસી અભિયાન શરૂ કરી દીધુ છે.