રાષ્ટ્રીય જનતાદળના નેતા તથા પુર્વ સાંસદ પ્રભુનાથસિંહને ડબલ મર્ડર કેસમાં સર્વોચ્ચ અદાલતે દોષિત જાહેર કર્યા છે. સજા પર દલીલો 2 સપ્ટેમ્બરે થશે અને ત્યારબાદ સજા સંભળાવશે. 1995માં પોતાની સૂચના મુજબ મત નહીં આપનારા બે લાકોની હત્યા કરાવાયાનો પ્રભુનાથસિંહ પર આરોપ હતો નીચલી અદાલતે આરોપ ફગાવીને નિર્દોષ છોડયા હતા.
હાઈકોર્ટે પણ ચુકાદાને યોગ્ય ઠરાવીને નિર્દોષ જાહેર કર્યો હતો તે સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ હતી. સર્વોચ્ચ અદાલતના ત્રણ જજની બેંચે કેસની સુનાવણી કરી હતી. પટણા હાઈકોર્ટના ચુકાદાને ફગાવીને ડબલ મર્ડર કેસમાં રાજદ નેતાને દોષિત જાહેર કર્યા હતા. આ મામલે રાજયના પોલીસવડાને પ્રભુનાથસિંહને હાજર કરવા આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુર્વ સાંસદ અન્ય એક મર્ડર કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે.