સુરતના વિજયરાજનગરમા ગત 8 જૂનના રોજ સામુહિક આપઘાતની ઘટના ઘટી હતી. વીનુભાઈ મોરડીયા નામના વ્યક્તિ સહિત પરિવારના કુલ ચાર વ્યક્તિએ આપઘાત કર્યો હતો. આ ઘટનામાં એક પુત્ર અને પુત્રી ઘરે ન હોવાથી બચી ગયા હતા. ઋષિતા તથા પાર્થ વિનુભાઈ મોરડીયા નામના ભાઈ-બહેનને થોડા સમય પહેલા સિહોરના પાડાપણ ગામ ખાતે લાવવામાં આવ્યાં હતા. પરિવારમાં બચેલા ભાઈ-બહેને પણ આજરોજ 18 ઓગષ્ટે દવા પી આપઘાત કરી લેતા આખો પરિવાર વિંખાઇ ગયો છે.






