આગામી 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાવાની છે. તેને લઈને ફેન્સમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની બધી હોટલ પહેલાથી બુક થઈ ચુકી છે. વર્લ્ડ કપ 2023ને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 14 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઇ હોટલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જનરલ રૂમનુ ભાડુ 80થી 1લાખ સુધી પહોંચ્યું છે જ્યારે ફસ્ટ ક્લાસ રૂમનું ભાડુ 2.5 લાખ સુધી પહોંચ્યું છે.
હોટલની સાથે સાથે ફ્લાઇટના ભાડામાં ભારે ભરખમ વધારો થયો છે. અમદાવાદની હોટલો હાઉસ ફૂલ થતાં મહેસાણા, આણંદ સહિતના શહેરોની હોટેલોના રૂમ ધમધોકાર બુક થઈ રહ્યાં છે. હોટલ અને ફ્લાઇટ ટિકિટમાં પણ 13થી 15 ઓક્ટોબર વચ્ચે 5 ગણો વધારો થયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં હોટલના રૂમની કિંમતો 14 ઓક્ટોબરે 20 ગણી વધારે થઈ ગઈ છે. એક રૂમ માટે 2.5 લાખ રૂપિયા સુધી વસુલવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં જ વેલકમ હોટલ આ દિવસે 72000 રૂપિયામાં રૂમ આપી રહ્યા છે. તેના ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 14 ઓક્ટોબરે શહેરની ટીસી નર્મદા અને કોર્ટયાર્ડ બાય મેરિયટ જેવી અન્ય હોટલોમાં કોઈ રૂમ ઉપલબ્ધ નથી. એક રિપોર્ટ અનુસાર શહેરના એક હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે જણાવ્યું કે, હોસ્પિટલ હોવાના કારણે લોકો ફૂલ બોડી ચેકઅપ માટે આખી રાત રોકાવવા માટેની એપોઈન્ટમેન્ટ લઈ રહ્યા છે. તેનાથી તેમનો હેતુ પુરો થઈ જાય. તેમણે કહ્યું, આ લોકો ડિલકસથી લઈમે સુઈટ રૂમ સુધી બુક કરી રહ્યા છે. અમારી પાસે સીમિત રૂમ છે અમે એનઆરઆઈને વરીયતા આપી રહ્યા છે. અમારી પ્રાથમિકતા રોગીઓની દેખરેખ છે.





