Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલની આફત ‘રાજય હોનારત’જાહેર

10,000 કરોડનું નુકશાન: પુર્નવસન મોટો પડકાર હોવાનો મુખ્યમંત્રીનો એકરાર

aaspassdaily by aaspassdaily
2023-08-19 12:23:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વાદળો ફાટવાથી અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી ઘટનાઓથી ભયંકર તારાજી ભોગવી રહેલા હિમાચલ પ્રદેશમાં સ્ટેટ હોનારત જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. રાજયના મુખ્યમંત્રી સુખવિંદરસિંઘ સુખૂએ જણાવ્યું હતું કે કુદરતી ઘટનાક્રમથી ભયંકર તારાજી સર્જાઈ હોવાને ધ્યાને રાખીને રાજય સરકારે ‘રાજય આફત’ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.
એનડીઆરએફની ટીમ દ્વારા સીમલાનાં સમર હીર વિસ્તારમાં રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ભૂસ્ખલનની ઘટના બાદ 21 લોકો લાપતા બન્યા હતા.તેમાંથી 13 લોકોનાં મૃતદેહો મળી આવ્યા હતા. બચાવ કામગીરીમાં સૈન્યની મદદ પણ લેવામાં આવી છે. તેઓએ કહ્યું કે સિમલા પરવાનું નેશનલ હાઈવે ભૂસ્ખલન બાદ બંધ કરાયો હતો ત્યાં હવે વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે.રાજયના વિવિધ ભાગોમાં બંધ પડેલા માર્ગો વહેલીતકે રીપેર કરીને ખુલ્લા મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીનાં કહેવા પ્રમાણે કુદરતી આફતમાં રાજયને 10000 કરોડનુ નુકશાન છે. સિમલામાં શિવમંદીર દુર્ઘટનાનો મૃત્યુઆંક 14 થયો છે. પ્રો.પી.એલ.શર્મા નામના વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો હતો તેઓ હિમાચલ પ્રદેશ યુનિ.નાં મેથ્સ વિભાગનાં વડા હતા. તેમનાં પત્નિનો મૃતદેહ બે દિવસ પૂર્વે મળ્યો હતો. 8 થી 10 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની શંકા છે. દરમ્યાન ઉતરાખંડમાં કુદરતી કોપ યથાવત રહ્યો હોય તેમ દહેરાદુન જીલ્લામાં વધુ એક મોટા ભુસ્ખલનનો બનાવ બન્યો હતો તેમાં 12 મકાનો દટાઈ જતા 80 થી વધુ લોકો ઘરવિહોણા બન્યા હતા. વિજ પૂરવઠો પણ ખોરવાયો હતો.

બદ્રીનાથ હાઈવેનો ભાગ 3 ફૂટ નીચે સરકી ગયો

હિમાચલ-ઉતરાખંડમાં વરસાદી કહેરથી માલ-મિલકતને ભારે તારાજી થઈ છે ત્યારે પુરસરીથી મૈથાનાં વચ્ચેના બદ્રીનાથ હાઈવે પરની તિરાડો વધુ પહોળી થઈ ગયાનું બહાર આવ્યું છે. સ્થાનિક લોકોના દાવા પ્રમાણે રસ્તાનો કેટલોક ભાગ 3 ફૂટ જેટલો નીચે બેસી ગયો છે. ભારે વરસાદ તથા ભુસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવેને વ્યાપક નુકશાન થયુ છે. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રીપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જોકે ટ્રાફીકને ચાલૂ કરી દેવાયો હતો. હાઈવે ઓથોરીટીના ડીજીએમ શૈલેન્દ્રકુમારે એવો દાવો કર્યો કે જે ભાગમાં રસ્તો બેસી ગયો છે તે ચિંતાજનક નથી. અને ભુતકાળમાં પણ આવુ બન્યુ હતું. પાંચ વર્ષ પુર્વે રોડસાઈડ દિવાલ બનાવાઈ હતી તે અલખનંદા નદીના પુરના પાણીમાં ઘસી જતા રસ્તો નીચે ઉતરી ગયો છે.

Previous Post

‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ અંતર્ગત રાજકોટમાં ક્ષય નિવારવા દર્દીઓને આપાઇ ન્યુટ્રીશિયન કીટ

Next Post

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું – તે પેનિક થઈ જાય છે…

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું – તે પેનિક થઈ જાય છે…

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે રોહિત શર્માની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું - તે પેનિક થઈ જાય છે...

પહેલી T20 જીતવા છતાં જસપ્રીત બુમરાહે કહી સુધારાની વાત, IPLને લઈને પણ આપ્યું આ નિવેદન

પહેલી T20 જીતવા છતાં જસપ્રીત બુમરાહે કહી સુધારાની વાત, IPLને લઈને પણ આપ્યું આ નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.