જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગ પણ ભારતમાં ડિજિટલ પેમેન્ટ એપ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)થી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ર્મનીના મંત્રી પોતે રવિવારે શાકભાજી ખરીદવા આવ્યા હતા. તેમ એક નાનકડી દુકાનમાંથી શાકભાજી ખરીદી અને મોબાઈલથી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કર્યું હતું.
ભારતમાં જર્મન એમ્બેસીએ રવિવારે X (ટ્વિટર) પર ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી અને તેને દેશની સફળતાની સિદ્ધિમાંથી એક ગણાવી હતી. ભારતમાં જર્મન એમ્બેસીએ વોલ્કર વાઈસિંગના વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે, તે કરિયાણાની ખરીદી કરતા અને પેમેન્ટ કરવા માટે UPIનો ઉપયોગ કરતા જોવા મળે છે.પોસ્ટના કેપ્શનમાં લખ્યું-‘ભારતની સફળતાની ગાથાઓમાંની એક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. UPI દરેક વ્યક્તિને સેકન્ડોમાં વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે. લાખો ભારતીયો તેનો ઉપયોગ કરે છે. ફેડરલ મિનિસ્ટર ફોર ડિજીટલ અને ટ્રાન્સપોર્ટ વિસિંગ UPI પેમેન્ટની સરળતાનો અનુભવ કરવામાં સક્ષમ હતા અને તે અંગે ખૂબ જ ઉત્સાહિત છે!
વોલ્કર વિસિંગ જી-20 દેશોના ડિજિટલ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા 19મી ઓગસ્ટે બેંગલુરુ આવ્યા હતા. પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, સોશિયલ મીડિયા પર ફેન્સે ડિજિટલ આર્થિક ક્રાંતિનો ભાગ બનવા બદલ તેમનો આભાર માન્યો હતો.એક યુઝરે લખ્યું, ‘ભારતની ડિજિટલ આર્થિક ક્રાંતિનો ભાગ બનવા બદલ તમારો આભાર.
અત્યાર સુધી, શ્રીલંકા, ફ્રાન્સ, UAE અને સિંગાપોરે ઉભરતા ફિનટેક અને પેમેન્ટ સોલ્યુશન્સ પર ભારત સાથે ભાગીદારી કરી છે. જુલાઈની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને ફ્રાન્સ UPI ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરવા માટે સંમત થયા છે.





