ભારતની અંતરિક્ષ એજેન્સી ISROના મૂન મિશન Chandrayaan-3ના સફળ લેન્ડીંગ બાદ હવે અંતરિક્ષ જગતમાં 23 ઓગસ્ટે ભારત ઇતિહાસ રચશે. ચંદ્રયાન-3ના લોન્ચિંગથી લઈ લેન્ડીંગ સુધીમાં અમદાવાદમાં આવેલા ઈસરોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
ISROના અમદાવાદ સેન્ટરે ચંદ્રયાન-3માં કુલ 11 પ્રવૃત્તિમાં ભાગ લીધો છે. જેમાં મુખ્ય કેમેરા સિસ્ટમ છે. ચાર કેમેરા લેન્ડરમાં લગાવવામાં આવ્યા છે તે પબ્લિકને બતાવવા માટે ખાસ મૂકવામાં આવ્યા છે. રોવર ઉપર બે કેમેરામાં મૂકવામાં આવ્યા છે. લેન્ડિંગ પ્રક્રિયા માટેનું સેન્સર પણ અમદાવાદ સેન્ટરમાં બન્યું છે. મુખ્ય લેન્ડર પોઝિશન ડીટેક્શન કેમેરા પણ અમદાવાદ સેન્ટરમાં બન્યા છે.
અમદાવાદ ISRO સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા વિશ્લેષણથી કામગીરી કરીને મુખ્ય લેન્ડર પોઝિશન ડીટેક્શન કેમેરા બનાવવામાં આવ્યા છે, જે જમીન કેવી છે અને કયા ઉતરાણ તેની પણ માહીતી આપશે.
ISRO ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરવા માટે પ્રયત્નશીલ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. “ચંદ્રયાન-3 23 ઓગસ્ટ, 2023ના રોજ લગભગ 06:04 કલાકે ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ist શુભેચ્છાઓ અને સકારાત્મકતા માટે આભાર! ચાલો સાથે મળીને પ્રવાસનો અનુભવ કરવાનું ચાલુ રાખીએ,” ISROએ X (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરી. 23 ઓગસ્ટ, 2023 ના રોજ 05:27 ISTથી લાઇવ પ્રવૃત્તિઓ ISRO વેબસાઇટ, તેની YouTube ચેનલ, Facebook અને જાહેર પ્રસારણકર્તા DD National TV પર ઉપલબ્ધ થશે.






