બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી લેન્ડરમાંથી બહાર આવ્યું છે. 40 દિવસની લાંબી મુસાફરી બાદ બુધવારે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડરમાંથી રોવર પણ બહાર આવ્યું છે. રોવર છ પૈડાવાળો રોબોટ છે. તે ચંદ્રની સપાટી પર ચાલશે. તેના પૈડાં પર અશોક સ્તંભની છાપ છે. જેમ જેમ રોવર ચંદ્રની સપાટી પર આગળ વધશે તેમ તેમ અશોક સ્તંભની છાપ છાપતી જશે. રોવરનું મિશન જીવન 1 ચંદ્ર દિવસ છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.






