નેપાળમાં ગુરુવારે વહેલી સવારે બારા જિલ્લાના જીતપુર સિમરા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. બસમાં જે યાત્રાળુઓ હતા તે મોટાભાગના ભારતના હતા.
નેપાળ દુર્ઘટનાને લઈ જિલ્લા પોલીસ બારાના પ્રવક્તા દાધીરામ ન્યુપાનેએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ તરફ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વિગતો મુજબ બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી.
જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ 41 વર્ષીય બિજય લાલ પંડિત અને બહાદુર સિંહ (67), મીરા દેવી સિંહ (65), સત્યવતી સિંહ (60), રાજેન્દ્ર ચતુર્વેદી (70), શ્રીકાંત ચતુર્વેદી (65) અને બૈજંતી દેવી (67) તરીકે કરી છે




