Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

aaspassdaily by aaspassdaily
2023-08-25 12:00:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

23 ઓગષ્ટે ભારતે ચંદ્ર પર પગ મુકીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે ત્યારે ચંદ્રયાન-3 ની ડિઝાઇન સુરતના સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ બનાવી હોવાની સમાચારો વાયરલ થયા હતા. મિતુલ ત્રિવેદીએ ખુદ દાવો કર્યો હતો કે તે તેમણે ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઇસરો સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે અનેક પ્રશ્નો પુછાઇ રહ્યા છે. ઇસરોના સુત્રો કહે છે કે મિતુલ નામનો કોઇ શખ્સ અમારી સાથે સંકળાયેલો નથી ત્યારે મિતુલ ત્રિવેદી ખરેખર ઇસરો સાથે જોડાયેલા છે અને તેમણે જ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી છે તે વિશે અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે.
સુરતના એક યુવાન મિતુલ ત્રિવેદીએ જ્યારે દાવો કર્યો કે તેણે જ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી છે ત્યારે ગુજરાતીઓએ પણ ગર્વ અનુભવ્યો હતો. મિતુલ ત્રિવેદી સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહ્યા હતા. તેમની અને તેમના શિક્ષકની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી જેથી દરેકને એવું લાગ્યું કે મિતુલ ત્રિવેદીએ જ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઇસરો સાથે જોડાયેલા છે કે કેમ તે વિશે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. સુરતમાં એલ.પી.સવાણી રોડ પર સ્વાતી સોસાયટીમાં રહેતા મિતુલ ત્રિવેદીએ આપેલા વિવિધ ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેઓ 2011થી ઇસરો સાથે સંકળાયેલા છે અને 2013થી નાસામાં કામ કરે છે. તેમણે જ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી હતી. વિક્રમ લેન્ડરની ડિઝાઇનમાં પણ તેમણે સહયોગ કરેલો છે. જો કે તેમણે ઇન્ટરવ્યું તો આપ્યા હતા પણ આ વિશે કોઇ પુરાવા કે અન્ય માહિતી આપી શક્યા ન હતા.
બીજી તરફ ઇસરોના સુત્રોએ કહે છે કે સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ઇસરો સાથે સંકળાયેલો નથી. બીજી તરફ એવું પણ કહેવાય છે કે સામાન્ય રીતે ઇસરો સાથે સંકળાયેલો કોઇ વ્યક્તિ જાહેરમાં પૂર્વ મંજૂરી વગર કોઇ સાથે વાતચીત કરી શકતો નથી અને તમામ ચીજ ગોપનિય રાખે છે ત્યારે મિતુલ ત્રિવેદી તો ઇન્ટરવ્યુ આપતા હતા જેથી ઘણાને શંકા પડી છે કે ખરેખર તે ઇસરો સાથે સંકળાયેલા છે કે કેમ. ઇસરોના મિશન વૈજ્ઞાનિકોની દરેક માહિતી ગોપનિય હોય છે ત્યારે મિતુલે જાહેરમાં પોતાની સિદ્ધિના દાવા કર્યા હતા. કેટલાકે તો એમ પણ કહ્યું કે મંગળવારે મિતુલ સુરતમાં જ હતો.
કોઇ વૈજ્ઞાનિક તુરત જ ઇસરો છોડીને સુરત પરત ફરે તે આશ્ચર્ય પમાડે તેવું
બુધવારે સાંજે જ્યારે ચંદ્રયાન 3 લેન્ડ થયું ત્યાર બાદ ગુરુવારે મિતુલ સુરત આવી ગયા હતા અને મિડીયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા જેથી પણ ઘણાને શંકા ગઇ છે . ચંદ્રયાનની સફળતા બાદ કોઇ વૈજ્ઞાનિક તુરત જ ઇસરો છોડીને સુરત પરત ફરે તે આશ્ચર્ય પમાડે તેવું છે. મિતુલ ત્રિવેદી એમ પણ કહી રહ્યા છે કે હું ઇસરો અમદાવાદ સાથે નહીં પણ બેંગ્લોર સાથે સંકળાયેલો છું. ઇસરો જ મારી વિગતો આપશે. તેઓ ફ્રી લાન્સર કામ કરતા હોવાનું જણાવે છે અને કોન્ટ્રાક્ટ થયો હોવાનો દાવો પણ કરે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે બુધવારે સાંજે હું ઇસરોમાં જ હતો પણ ફોન લઇ જવાની છુટ ના હોવાથી મારી પાસે ફોટા નથી.
એક પ્રોફેસરે તો એમ પણ જણાવ્યું કે મિતુલ ઇસરોમાં જોડાયો હોવાનું જુઠ્ઠાણુ ચલાવે છે અને સસ્તી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કરે છે. તે યુનિવર્સિટી અને કોલેજમાં ભણાવે છે અને ઇસરો કે નાસામાં જોડાયેલા હોય તે વાતમાં દમ નથી. સવાલ એ પણ થાય કે જો ગુજરાતનો વ્યક્તિ ચંદ્રયાન સાથે સંકળાયેલો હોય તો હજી સુધી ગુજરાત સરકારે તેને કેમ અભિનંદન આપ્યા નથી. તેમની પાસે સ્પેસ સાયંસની ડિગ્રી પણ ના હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જે હોય તે..પણ આખરે મિતુલ ત્રિવેદી ઇસરો સાથે સંકળાયેલા છે કે કેમ અને ચંદ્રયાનની ડિઝાઇન તેમણે બનાવી છે કે કેમ તે સહિતના પ્રશ્નોનો જવાબ મળવો જરુરી છે જેથી સામાન્ય વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય

Previous Post

કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટરનીટી માટે હકકદાર: હાઈકોર્ટ

Next Post

ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે: ISRO ખાતે PM મોદી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે: ISRO ખાતે PM મોદી

ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે: ISRO ખાતે PM મોદી

ભાવુક થઈ ગયા મોદી: ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન : કહ્યું એ ક્ષણ અમર થઈ ગઈ

ભાવુક થઈ ગયા મોદી: ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન : કહ્યું એ ક્ષણ અમર થઈ ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.