Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી આચર્યું અનેક વખત દુષ્ક

બે વાર ગર્ભપાત કરાવ્યો, નોંધાઈ પોલીસ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2023-08-26 10:28:18
in સમાચાર
Share on FacebookShare on Twitter

દ પોલીસ કર્મીઓ જ હવે દુષ્કર્મી બની રહ્યાં છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. મુળી ગામથી અમદાવાદ ખાતે લગ્નમાં આવેલી યુવતી સાથે બાપુનગરમાં નોકરી કરતાં પોલીસકર્મીએ પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ યુવકે યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. યુવતીએ બે વખત ગર્ભપાત કરાવી દીધો હતો. ત્યારબાદ આ આરોપી પોલીસકર્મીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં.
આ બાબતની યુવતીને જાણ થતાં આરોપી પોલીસકર્મીએ તેની પત્ની સાથે છુટા છેડા લેવાની વાત કરીને યુવતી સાથે લિવઈનમાં રહેવાનો કરાર કર્યો હતો. યુવતીએ લગ્નને લઈને દબાણ કરતાં પોલીસકર્મીએ ધમકીઓ આપીને ગાળો બોલી હતી. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે 25 મે 2015ના રોજ બેનના લગ્નમાં મુળીથી અમદાવાદ આવેલી યુવતી સાથે મહેન્દ્ર ચાવડા નામના પોલીસકર્મીની મુલાકાત થઈ હતી. તેણે યુવતીને પોલીસ વિભાગમાં નોકરી કરે છે એવી ઓળખાણ આપી હતી. ત્યારબાદ તેની સાથે પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. યુવતીએ કોઈ જવાબ નહીં આપતાં મહેન્દ્ર ચાવડાએ યુવતીના પિતાને ફોન કર્યો હતો. ત્યાર બાદ બંને જણાની ફોન પર વાતચીત શરુ થઈ હતી અને થોડા સમયમાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
બંને જણા અમદાવાદની હોટેલમાં જઈને મળતાં હતાં અને ત્યાં આરોપી મહેન્દ્ર યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને અનેક વખત શરીર સંબંધ બાંધતો હતો. આ દરમિયાન 2016માં યુવતીને ગર્ભ રહ્યો હતો પરંતુ તેની સરકારી ભરતીની પરીક્ષા હોવાથી આરોપીએ ગર્ભપાત કરાવવાનું કહેતા યુવતીએ ગર્ભપાત કરાવી દીધો હતો.
ફરિયાદી યુવતી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડાને લગ્નનું કહેતી ત્યારે તે હોટેલમાં લઈ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો અને લગ્ન કરશે એવો ભરોસો આપતો હતો. આ અરસામાં તે ફરીથી અમદાવાદ આવી ત્યારે તેને આરોપી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડાના લગ્ન કોઈ બીજી યુવતી સાથે થઈ ગયા હોવાનું જાણાવા મળ્યું હતું. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં ત્યારે આરોપી શરીરસુખ માણીને માત્ર લગ્ન કરવાનો ભરોસો જ આપતો હતો. બંને જણા સાથે હરતા ફરતા હતાં. આરોપીની ભુજમાં બદલી થતાં તે અમદાવાદ યુવતીને મળવા માટે આવતો હતો. આ સમય દરમિયાન યુવતીને ફરીવાર ગર્ભ રહી ગયો હતો.
યુવતીએ આરોપી મહેન્દ્રને કહેતાં તેણે કહ્યું હતું કે, મારે મારી પત્ની સાથે ઝગડા ચાલે છે મારી પત્ની મારાથી અલગ રહેતી હોય અને મારી પત્નીથી છુટા છેડા લેવાના વધારે પૈસા માગતી હોય છુટા છેડા થઇ ગયા બાદ હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહીને યુવતીનો ગર્ભ પડાવી નાંખ્યો હતો. યુવતીએ આરોપી મહેન્દ્ર ચાવડાને લગ્ન કરવા દબાણ કરતાં તેણે કહ્યું હતું કે, હાલ આપણે લીવઇન રીલેશનશીપમાં રહીશુ અને મારી પત્ની છુટા છેડા આપશે ત્યારે આપણે લગ્ન કરી લઇશુ તેમ કહી 21 ઓગસ્ટ 2023 ના રોજ આરોપી મહેન્દ્રએ લીવઇન રીલેશનશીપ કરાર કર્યો હતો.
ત્યારબાદ બીજા જ દીવસે મહેન્દ્રએ યુવતીને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી તારે જે કરવુ હોય તે કરજે તેમ કહી ગંદીગાળો બોલતી હતી. તેણે યુવતીના ભાઇને ફોન પર ગાળો બોલી હતી. ત્યારબાદ યુવતીએ સમગ્ર હકીકત તેના પિતા અને ભાઈને કરી હતી. ત્યારબાદ યુવતીએ આરોપી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post

28 ઓગસ્ટે નૂહમાં ફરીથી શોભાયાત્રા

Next Post

ચંદ્રયાનના કથિત ડિઝાઈનર મિતુલ ત્રિવેદીએ મીડિયાના સવાલના જવાબ ન આપ્યા

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા
તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

March 24, 2026
Next Post
સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ચંન્દ્રયાન-3 સાથે સંકળાયેલો નથી- ઇસરો

ચંદ્રયાનના કથિત ડિઝાઈનર મિતુલ ત્રિવેદીએ મીડિયાના સવાલના જવાબ ન આપ્યા

મેડાગાસ્કરમાં ખેલ સમારોહમાં નાસભાગ, 12નાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ

મેડાગાસ્કરમાં ખેલ સમારોહમાં નાસભાગ, 12નાં મૃત્યુ, 80થી વધુ ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.