દેશની રાજધાની દિલ્હીમાં 8 અને 9 સપ્ટેમ્બરે G20 કોન્ફરન્સ યોજાવાની છે. જેને લઈ સરકાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, ભારતની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસની સાથે-સાથે અમેરિકાની CIA, બ્રિટનની MI-6 અને ચીનની MSS ટીમો પણ સુરક્ષા માટે તૈયાર રહેશે. આવી સ્થિતિમાં દિલ્હીના રસ્તાઓ પર ત્રણ દિવસ સુધી લક્ઝરી વાહનો દોડશે.
G20 સમિટ માટે VIP મહેમાનોને લક્ઝરી કાર પ્રદાન કરનર હરમાન સિંહે મીડિયાને જણાવ્યું છે કે, તેઓ G20 દરમિયાન સરકારી એજન્સીઓ, કોર્પોરેટ અને દૂતાવાસોને લક્ઝરી કાર આપશે. આ લક્ઝરી કારોને G20 સમિટ માટે ખાસ જર્મનીથી આયાત કરવામાં આવી છે. તેમાંથી મર્સિડીઝ મેબેક સૌથી મોંઘી કાર છે. G20 માટે માત્ર મર્સિડીઝ જ નહીં પરંતુ દુનિયાભરની અન્ય મોંઘી કાર પણ આપવામાં આવી રહી છે. જેમાં BMW અને Audi સામેલ છે.
હરમનદીપ સિંહના કહેવા પ્રમાણે આ લક્ઝરી કાર દરરોજ હજારોથી લાખો રૂપિયા સુધીના ભાવે ભાડે આપવામાં આવે છે. આ કાર તેમના રાઇડર્સને બિઝનેસ ક્લાસનો અનુભવ પ્રદાન કરે છે. આ કારોમાં VIP નંબર પ્લેટ હોય છે. આ નંબર પ્લેટો 000 શ્રેણીની છે.



