આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દરમિયાન દિલ્હીમાં શાળાની દીકરીઓએ PM મોદીના હાથે રાખડી બાંધી હતી. આ પહેલા PM મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી છે. આ સાથે મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી.