એશિયા કપ 2023ની બીજી મેચ આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાશે.આ મેચ શ્રીલંકાના કેન્ડી શહેરમાં સ્થિત પલ્લેકલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ 31 ઓગસ્ટ, ગુરુવારે ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તે સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.
પલ્લેકલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ સંતુલિત માનવામાં આવે છે. જો કે તે બેટિંગ પિચ છે, પરંતુ આ પીચ પર બેટ્સમેન અને બોલર બંને મદદ લેતા જોવા મળ્યા છે. આ પીચ પર નવા બોલ સાથે, ઝડપી બોલરોને સ્વિંગ અને બાઉન્સ મળે છે. આથી ઓપનરોએ મેચની શરૂઆતની ઓવરોમાં સાવધાનીપૂર્વક રમવું પડશે. આ પીચ પર જેમ જેમ બોલ જૂનો થશે તેમ તેમ બેટ્સમેન માટે રન બનાવવાનું સરળ બનશે. તે જ સમયે, સ્પિનરો પણ મધ્ય ઓવરોમાં મદદ લેતા જોવા મળે છે.
એશિયા કપના ઈતિહાસની વાત કરીએ તો શ્રીલંકાની ટીમે 6 વખત એશિયા કપની ટ્રોફી જીતી છે. બાંગ્લાદેશ પ્રથમ વખત આ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.પલ્લેકલે સ્ટેડિયમની વાત કરીએ તો અહીંની પીચ બેટ્સમેન અને બોલરો બંનેને મદદ કરે છે. ઝડપી બોલરોને નવા બોલથી સ્વિંગ અને બાઉન્સ મળે છે. આવી સ્થિતિમાં ઓપનરોએ અહીં થોડી સાવધાનીથી રમવું પડશે. જેમ જેમ બોલ જૂનો થતો જાય છે તેમ તેમ બેટ્સમેનો માટે રન બનાવવાનું સરળ બને છે.