ચંદ્રયાન-3 મિશનની અભૂતપૂર્વ સફળતા બાદ ભારતે વધુ એક મિશન હાથ ધર્યું છે- મિશન આદીત્ય એલ-1 ભારતનું આ પ્રથમ સોલાર મશીન સૂર્યના અંતરિક્ષનો અભ્યાસ કરવા સજજ છે અને શનિવારે તા.2 સપ્ટેમ્બરે આ મિશન લોન્ચ થશે. ઈસરોએ આ મામલે જાણકારી આપતા જણાવ્યું હતું કે શનિવારે થનારા લોન્ચીંગનું રિહર્સલ અને રોકેટની આંતરિક તપાસ પુરી થઈ ગઈ છે.
મિશન આદીત્ય એલ-1 ચાર મહિનાની સફર કરી 15 લાખ કિલો મીટર દૂર લેંગ્રેજિયન-1 પોઈન્ટ પર પહોંચશે અને ત્યાંથી સૂરજની અંતરિક્ષના મોસમ પર પડતી અસરનું અધ્યયન કરશે. ઈસરોએ મંગળવારે આદીત્ય એલ 1 થી સજજ લોન્ચ વ્હીકલ પીએસએલવીસી-57 ની તસ્વીરો શેર કરી હતી. લોન્ચ વ્હીકલ પીએસએલવીસી-57ને શ્રીહરિકોટાના લોન્ચ પેડ પર પહોંચાડી દીધું છે.
આદિત્ય એલ-1 સૂરજની સપાટી પર કોરોનલ હિટીંગ, કેરોનલ માસ ઈંજેકશન, પ્રી ફલેયર અને ફલેયર ગતિવિધિઓને સમજવાનો પ્રયાસ કરશે. સૂરજ પર આવતા સૌર તૂફાનોનો પણ અભ્યાસ કરવામાં આવશે આદિત્ય એલ 1 સૂર્યનું અધ્યયન કરનાર પહેલ અંતરિક્ષ લેબોરેટરી બનશે. આ પુરી રીતે સ્વદેશી મિશન છે. આદિત્ય એલ 1 તા.2 સપ્ટેમ્બર શનિવારે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરાશે. આ અંતરિક્ષ યાત વિભિન્ન તરંગ બેન્ડોમાં પ્રકાશમંડળ, ક્રોમોસ્ફીયર અને સૂર્યના સૌથી બહારના પડો, કોરોનાનું નિરીક્ષણ કરવા માટે પોતાની સાથે સાત પેલોડ લઈ જશે. આદિત્ય એલ-1 પોતાની સાથે અન્ય ઉપકરણો સૂર્યના વ્યાપક અધ્યયન અને ઓબ્ઝર્વેશન માટે લઈ જશે. આ ઉપકરણોમાં સોલર અલ્ટ્રા વાયોલેટ ઈમેજીંગ ટેલિસ્કોપ, આદીત્ય સોલાર વિન્ડ પાર્ટીકલ એકસપરિમેન્ટ, પ્લાઝમા એનલાઈઝર પેકેજ ફોર આદીત્ય, સોલર લો એનર્જી એકસ રે સ્પેકટ્રોમિટર, હાઈ એનર્જી એલ 1, ઓર્બિટીંગ એકસરે સ્પેકટ્રોમીટર અને મેગ્નોમીટરનો સમાવેશ થાય છે.
સ્માઈલ પ્લીઝ! રોવર પ્રજ્ઞાને સાથી લેન્ડર વિક્રમનો ફોટો પાડી મોકલ્યો!
ચંદ્રયાન-3 મિશનના રોવર પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર હાલ પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. રોવર પ્રજ્ઞાને પોતાની પર લાગેલા નેવિગેશન કેમેરાથી લેન્ડર વિક્રમની તસ્વીર ખેંચી છે. આ ખાસ કેમેરાને લેબારેટરી ફોર ઈલેકટ્રો ઓપ્ટીકલ સિસ્ટમ દ્વારા વિકસીત કરવામાં આવ્યો છે. ઈસરોએ જણાવ્યું હતું કે રોવર પ્રજ્ઞાને આજે 30 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર સવારે 7.35 વાગ્યે આ તસ્વીર ખેંચી હતી. ઉલ્લેખનીય છે કે, રોવર પ્રજ્ઞાન ચંદ્ર સાથે જોડાયેલી રોચક જાણકારીઓ મોકલી રહ્યું છે. આ રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરીની પણ પુષ્ટિ કરી છે. આ ઉપરાંત પણ રોવરે ચંદ્ર પર કેટલાક વિશેષ તત્વો હોવાની પણ પુષ્ટિ કરી છે.