મસ્જિદો પરના લાઉડસ્પીકર પર વાગતી અજાનના કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મસ્જિદ પરના લાઉડ સ્પીકર પરથી અજાનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજીમાં હવે મૂળ અરજદાર પાછા જોડાયા છે. જાહેરહિતની અરજી કર્યા બાદ, અરજદાર અને તેમના વકિલને ધમકી મળી હતી. જેના પગલે તેઓએ જાહેરહિતની અરજીમાંથી પોતાનું નામ પરત ખેચ્યું હતુ. દરમિયાન ગાંધીનગર સ્થિત બજરંગદળના સંયોજક આ જાહેરહિતની અરજીમાં દાખલ થયા હતા. તેમણે તેમની અરજીમાં ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદોનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.