દેશમાં પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમ અને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મોદી સરકારે તા.18 થી 22 સપ્ટેમ્બર વચ્ચે સંસદનું ખાસ સત્ર બોલાવતા વહેલી લોકસભા ચૂંટણી અંગે જબરી અટકળો શરૂ થઇ ગઇ છે હાલમાં સંસદનું ચોમાસુ સત્ર પુરૂ થયું હતું અને સામાન્ય રીતે શિયાળુ સત્ર ડિસેમ્બરમાં મળતું હોય છે પરંતુ સરકારે ઓચિંતુ જ સંસદના ખાસ સત્ર તરીકે તા.18 થી 22 સપ્ટેમ્બરની વચ્ચે સંસદની વિશેષ સત્રમાં પાંચ બેઠકો યોજવામાં આવશે.
આ સત્રના એજન્ડા વચ્ચે કંઇ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તા. 9 અને 10 સપ્ટેમ્બર દિલ્હીમાં જી-20ની શીખર પરિષદ છે અને વિશ્વના અનેક રાષ્ટ્રવડાઓ ભારત આવી રહ્યા છે અને ત્યારબાદ ચાલુ માસના અંતે અથવા તો ઓકટોબરના પ્રારંભમાં પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની શકયતા દર્શાવાય છે તે વચ્ચે મોદી સરકારે જે રીતે પાંચ દિવસનું ખાસ સત્ર બોલવવા તૈયારી કરી છે તો તેના એજન્ડા અંગે પણ સસ્પેન્સ સર્જાયો છે. સરકારે આ રીતે સંસદનું સત્ર બોલાવ્યું તે એક મહત્વની ઘટના ગણવામાં આવે છે.
છેલ્લા કેટલાક સમયથી લોકસભા ચૂંટણી વહેલી સર્જાશે તેવી અટકળો ચાલુ છે અને હાલમાં જ વિપક્ષોની બેઠકમાં પણ તે અંગે ચર્ચા થવાની છે. તો સરકારનો આ સત્ર બોલાવીને સંસદમાં વચગાળાનું બજેટ કે જેને લેખાનુદાન ગણી શકાય છે તેને મંજુર કરાવવાનું કારણ હોય શકે છે સામાન્ય રીતે ચૂંટણી પૂર્વે પૂર્ણ બજેટ રજુ થતું નથી અને આગામી વર્ષે નિર્ધારીત સમયે યોજાનારી ચૂંટણી પૂર્વે બજેટ સત્ર અત્યંત ટુકુ હોય તેવી ગણતરી હતી પરંતુ ફકત પાંચ દિવસનું સત્રએ જબરો સસ્પેન્સ સર્જી ગયો છે અને તેનાથી હવે નવી રાજકીય અટકળો પણ શરૂ થઇ છે.
મુંબઇમાં વિપક્ષોની બેઠક છે તે સમયે મોદી સરકારે સંસદનું ખાસ સત્રની જાહેરાત કરતા વિપક્ષની છાવણીમાં જબરો ખળભળાટ મચી ગયો છે .