ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતાને લગતી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં ઘણા પોલીસ અધિકારીઓ સહિતના પોલીસકર્મી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે આવા જ રિલ્સના શોખીનો સામે પોલીસ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે.
સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને શોર્ટ વીડિયો કે રીલ્સ બનાવવા બહુ ગમતા હોય છે. પણ પોલીસ કર્મચારીઓએ આ મામલે સાવધ રહેવું પડે છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતાને લગતી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં ઘણા પોલીસ અધિકારીઓ સહિતના પોલીસકર્મી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે આવા જ રિલ્સના શોખીનો સામે પોલીસ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે. જેમાં ચાર પીએસઆઇ અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કરાયો છે.
રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે બોલાવ્યો સપાટો બોલાવવામાં આવ્યો છે. પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતા જાહેર કર્યા બાદ પણ પોલીસની વર્ધીમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવનાર સામે પગલા ભરવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 17 પોલીસ અધિકારી કર્મચારી સામે પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. ચાર પીએસઆઇ અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે. પોલીસ વડાના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના સભ્યો માટે સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતા 2023 બહાર પાડવામાં આવેલી હતી. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતાનો અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સોશિયલ મીડિયાના ઉપયોગ બાબત આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નહતો




