કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને થોડા દિવસ અગાઉ રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેમણે અચાનક એમ્સના પ્રેસિડેન્ટના પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ડોક્ટર કથીરિયાને પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક થઈ હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું મંજૂર પણ કરી દીધું છે. જો કે, તેમણે ક્યાં કારણોસર રાજીનામુ આપ્યું છે તે અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. રાજકોટ એમ્સ હવે નવા પ્રેસિડેન્ટ મળશે. ડોક્ટર વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેમના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો છે. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે સન્માનનો કાર્યક્રમ યોજવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વેજ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા છે.

