Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ની થીમ સાથે ચૂંટણીમાં ઊતરશે ‘ I.N.D.I.A

28 દળોવાળા વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં 2 દિવસીય 3 પ્રસ્તાવ પાસ: કો-ઓર્ડિનેશન કમિટીનું ગઠન:

aaspassdaily by aaspassdaily
2023-09-02 10:33:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

28 દળોવાળા વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં 2 દિવસીય બેઠક સમાપ્ત થઈ છે. શુક્રવારે મીટિંગનો દ્વિતીય દિવસ પૂર્ણ થયાં બાદ ગઠબંધનની તરફથી પ્રેસ કોન્ફેરેન્સ યોજવામાં આવી હતી જેમાં વિવિધ પાર્ટીઓનાં નેતાઓએ બેઠકમાં લેવામાં આવેલ વિવિધ નિર્ણયોની જાણકારી આપી હતી.
INDIA એલાયંસે ચંદ્રયાન-3ની સફળતા માટે ISROનાં વખાણ કરતો એક પ્રસ્તાવ શુક્રવારે પાસ કર્યો અને કહ્યું કે આ અંતરિક્ષ એજન્સીને બનાવવા, વિકસિત કરવા અને તેની ક્ષમતા નિર્માણમાં છ દશકાનો સમય લાગ્યો છે. ઈસરોની અસાધારણ ઉપલબ્ધિઓ, સમાજમાં વૈજ્ઞાનિકોની ચેતનાને મજબૂત કરશે અને યુવાનોને વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રરિત કરશે. ઈસરોનાં સફળ ચંદ્રયાન-3 મિશન પર ઈન્ડિયા દ્વારા પારિત સંકલ્પમાં કહેવામાં આવ્યું કે દુનિયા આદિત્ય એલ1 મિશનનાં પ્રક્ષેપણની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કો-ઓર્ડિનેશન કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં કે.સી વેણુગોપાલ, શરદ પવાર, સ્ટાલિન, સંજય રાઉત, તેજસ્વી યાદવ, અભિષેક બેનર્જી, રાઘવ ચઢ્ઢા, જાવેદ ખાન, લલ્લનસિંહ, હેમંત સોરેન, ડી.રાજા, ઉમર અબદુલ્લા, મહબૂબા મુફ્તીને સ્થાન મળ્યું છે.
વિપક્ષી ગઠબંધન અલગ-અલગ ભાષાઓમાં ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ની થીમ સાથે ચૂંટણીમાં ઊતરશે અને રણનીતિઓ બનાવશે. બેઠકમાં એ વાત પર પણ સહમતિ બની કે આવનારી લોકસભા ચૂંટણી માટે 30 સપ્ટેમ્બર સુધી સીટોનાં તાલમેલનું કામ પૂર્ણ કરવામાં આવશે.
સંજય રાહુતે કહ્યું કે જે રીતે INDIAની મજબૂતી વધી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે 2024માં ચૂંટણી અમે જ જીતશું. ઈન્ડિયાને હરાવવું મુશ્કેલ જ નહીં અશક્ય છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઈન્ડિયા મજબૂત થઈ રહ્યું છે. ઈન્ડિયાનાં વિરોધી દળમાં ભયનો માહોલ છે. આજની મીટિંગમાં સારી ચર્ચા થઈ અને કેટલીક સમિતિઓ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે આવનારી ચૂંટણીમાં સરમુખત્યારશાહી, ભ્રષ્ટાચાર વગેરે સામે લડશું. અમે પરિવારવાદની સામે લડશું. તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે આજે સારી બેઠક થઈ. ઈન્ડિયાનું જીતવું જરૂરી છે. બેરોજગારી, મોંઘવારી બધાંનો મુદો છે. બેરોજગારી, મોંઘવારીથી કઈ રીતે લડવું. PM મોદી 100 રૂપિયા વધારે છે અને 2 રૂપિયા ઓછા કરે છે. મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે PM મોદી લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. AAPનાં સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડિયા એલાયંસ કોઈ 26/27 પાર્ટીઓનું નથી, 140 કરોડ લોકોનું એલાયંસ છે. દેશનાં લોકો 21મી સદીનું ભારત બનાવવા માટે ભેગાં થઈ રહ્યાં છે.

Previous Post

રાજકોટ AIIMSના પ્રેસિડેન્ટ પદથી ડૉ. વલ્લભ કથીરિયાનું રાજીનામું

Next Post

ખેડબ્રહ્મામાં જૂથ અથડામણ, એકનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
ખેડબ્રહ્મામાં જૂથ અથડામણ, એકનું મોત

ખેડબ્રહ્મામાં જૂથ અથડામણ, એકનું મોત

રાજસ્થાનમાં આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી

રાજસ્થાનમાં આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.