ભારતની સ્પેસ એજન્સી ISROનો ડ્રીમ પ્રોજેક્ટ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આજે ભારતે તેના પ્રથમ સૌર મિશન તરફ એક મોટું પગલું ભર્યું છે. આજે આદિત્ય એલ-1 એ સૂર્ય તરફ ઉડાન ભરી છે. આદિત્ય મિશન 15 લાખ કિલોમીટરના અંતરે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના L1 બિંદુ સુધી પહોંચાડવાનું છે. સૂર્યની નજીક હેલો ઓર્બિટમાં આદિત્યને સ્થાપિત કરવામાં લગભગ 100 થી 120 દિવસનો સમય લાગશે, પરંતુ આદિત્ય-L1 સૂર્ય સુધી પહોંચતા પહેલા અનેક તબક્કામાં તેની યાત્રા પૂર્ણ કરશે. ઈસરોએ આજે પોતાનું પ્રથમ સૂર્ય મિશન લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા બાદ હવે દુનિયાની નજર ફરી એકવાર ભારત પર ટકેલી છે.
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3 ની ઐતિહાસિક લેન્ડિંગ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ફરી એકવાર ઇતિહાસ રચવાના ઉંબરે છે. હવે દેશની સાથે સાથે વિશ્વની નજર ISROના સૂર્ય મિશન એટલે કે આદિત્ય-L1 પર ટકેલી છે. ISROનું સૂર્ય મિશન આદિત્ય-L1 મિશન આજે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટાના પ્રક્ષેપણ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય પૃથ્વી અને સૂર્ય વચ્ચેના એક ટકા અંતરને કવર કર્યા પછી L-1 અવકાશયાનને L-1 બિંદુ પર લઈ જશે. તે લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે. આ બિંદુએ પહોંચ્યા પછી L1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે.