ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. 4 માળનું કોંક્રીટનું મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 10 ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.
બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જેની જિલ્લા હોસ્પિટલના CMS દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા.