એક મજબૂત સિસ્ટમથી ભારેથી અતિભારે વરસાદની આગાહી: 8-9 અને 10 સપ્ટેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે 7 દિવસમાં સારા વરસાદની આગાહી કરી છે. 8, 9, 10 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે. ક્યાંક ભારે તો ક્યાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે.
આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર ગયો છે ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા હવે સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ખેડા, દાહોદ, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.






