સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદનો અંત આવ્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરાયા હતા અને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવાયા છે. ગત રોજ CM સાથે મળેલી બેઠક બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી તે મુજબ રાત્રિ દરમિયાન ભીતચિંત્રોને દૂર કરી નવા ચિત્રો લગાવવામાં આવ્યા છે.
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલના સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ત્યાર બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.
આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના પાયાનું કામ પરિષદ કર્યું હતું. શિવાનંદ આશ્રમ ખાતે હિન્દુ ધર્મના આચાર્યો સંતો તથા વડતાલ ગાદીના વડીલ સંતોની સદભાવના બેઠક યોજાઇ હતી. આ બેઠક લગભગ બે કલાક ચાલી હતી. બેઠકમાં દ્વારકાધીશ શંકરાચાર્ય સહજાનંદજી સરસ્વતીજી મહારાજ તથા વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું માર્ગદર્શન મળ્યું હતું. ત્યાર બાદ વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, અત્યંત સદભાવના અને મૈત્રી પૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ છે, એનો ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે.
હિન્દુ ધર્મ આચાર્ય સભામાં થયેલા ઠરાવો
ઠરાવ એક- વડતાલ પીઠેશ્વર રાજેશપ્રસાદમહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું એક અંગ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ પૂજા પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયના સંતો અને બધા જ આદરપૂર્વક પાલન કરે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી.
ઠરાવ બે – સાળંગપુર મંદિર ખાતેના ભીંતચિત્રથી જે લાગણી દુભાઈ છે, તે ભીંતચિત્રો કાલે સૂર્યોદય થતાં પહેલાં જ લઈ લેવામાં આવશે.
ઠરાવ ત્રણ- સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા જ વિવાદ આસપાસ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો અને સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે.
ઠરાવ ચાર- હિન્દુ સમાજમાં વિસંવાદિતા દૂર કરવા માટે સમાજમાં સમરસતા સ્થાપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદ આસપાસ વાણી વિલાસ ક્યાંય કોઈપણ પ્રકારે ન કરવો.
ઠરાવ પાંચ- વિશ્વ હિન્દુ પરિષદ સંતોને અપિલ કરે છે કે, આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે આજે અત્યંત સક્રિય પહેલ થયેલી છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે એનાથી દૂર રહે.



