સોમવાર- 4 સપ્ટેમ્બર કોંગ્રેસે પાર્ટીએ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે જેમાં 16 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી બે કોંગી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસુધન મિસ્ત્રી અને રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞીકને ટીમમાં સામેલ કરવમાં આવ્યા છે.
આ કમિટીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, અધીર રંજન ચૌધરી, સલમાન ખુર્શીદ, મધુસુદન મિસ્ત્રી, એન. ઉત્તમ કુમાર રેડ્ડી, ટીએસ સિંહ દેવ, કેજે જિયોગ્રે, પ્રીતમ સિંહ, મોહમ્મદ જાવેદ, અમી યાજ્ઞિક, પીએલ પુનિયા, ઓમકાર માર્કમ અને કેસી વેણુગોપાલ સહિત કુલ 16 નેતાઓની ટિમ તૈયાર કરવામાં આવી છે.



