જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચસાના પાસે જનરલ એરિયા તુલી બસાનામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ અથડામણમાં પોલીસે એક આતંકીને ઠાર માર્યો છે જ્યારે એક જવાન ઘાયલ થયો છે.
ચસાનાના તુલી વિસ્તારમાં ગલી સોહાબમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસ અને સેના ઓપરેશન ચલાવી રહી છે. ઘાયલ પોલીસ કર્મીને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. રિયાસી તુલી વિસ્તારમાં એક ઘરમાં બે આતંકવાદી હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. આ ઇનપુટના આધાર પર પોલીસ અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. ખુદને ઘેરતા જોઇ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેને કારણે આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઇ હતી





