અંદાજે રૂ. ૩૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડને મામલે કેરળમાં પાંચ જણની ધરપકડ કરી હોવાનું ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મંગળવારે જણાવ્યું હતું. ક્ઝર્વેશન ઑફ ફૉરેન એક્સચેન્જ ઍન્ડ પ્રિવેન્શન ઑફ સ્મગલિંગ ઍક્ટિવિટિસ ઍક્ટ (કોફેપોસા) ૧૯૭૪ અંતર્ગત ૩ સપ્ટેમ્બરે કોટ્ટાયામસ્થિત વી. એસ. સુરેશબાબુ, એ. કે શાજી ઉર્ફે પાયાસામ શાજી, મોહમ્મદ શિબુ, ઈત્તુમનુરના મોહમ્મદ શિજુ અને એમ્માકુલમના સિરાજ વી. એસાખાન વિરુદ્ધ આદેશ બહાર પાડવામાં આવ્યો હોવાનું ઈડી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ફૉરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ઍક્ટ (ફેમા)થી વિપરિત આ લોકો છેલ્લાં અનેક વરસોથી રૂ. ૩૦૦ કરોડ કરતા પણ વધુના આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું પુરવાર થયું હોવાનું ઈડી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. હવાલાનો મતલબ બનાવટી કેવાયસીની મદદથી બૅન્કિંગ કે નૉન બૅન્કિંગ માધ્યમ મારફતે રૂપિયાની ગેરકાયદે લેવડદેવડ કરવી.
૧૯ જૂને ઈડીએ કેસને મામલે દક્ષિણના રાજ્યમાં ૧૪ સ્થળે દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન ૧૫ દેશની ચાર કરોડ રૂપિયા કરતા પણ વધુની ચલણીનોટો જપ્ત કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.જપ્ત કરવામાં આવેલી સામગ્રીને આધારે શંકાસ્પદો આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું પુરવાર થયું હોવાનું ઈડીએ કહ્યું હતું.





