X એટલે ટ્વિટર એક લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ છે. જ્યારથી એલન મસ્ક X ના માલિક બન્યા છે, ત્યારથી આ વેબસાઈટ દરરોજ કોઈને કોઈ રીતે સમાચારોમાં રહે છે. જ્યારે એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી અને તેના પ્લેટફોર્મમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણા લોકોનું માનવું હતું કે આ ફેરફારોને કારણે ટ્વિટરની લોકપ્રિયતા ઘટશે અને તેનું અસ્તિત્વ ખતરામાં આવી જશે, પરંતુ હવે એક રિપોર્ટ સામે આવ્યો છે જેના પછી લોકોની વિચારસરણી બદલાઈ જવાની છે. ટ્વિટર એટલે કે X વિશ્વની ટોચની 5 સૌથી વધુ વિઝિટ કરાયેલી વેબસાઇટ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
એક અહેવાલ મુજબ, X હાલમાં વિશ્વમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલી વેબસાઇટના મામલે 5માં નંબર પર છે. રિપોર્ટ જણાવે છે કે X.com ને વૈશ્વિક સ્તરે પ્રતિ વીટીઝ 9.81 પેજ વ્યુ મળ્યા છે. વેબસાઇટનો બાઉન્સ રેટ 32.15 ટકા રહ્યો છે. વેબસાઈટ પર યુઝર્સની એવરેજ વિઝીટ ડ્યુરેશન 10.35 મિનિટ રહી છે. આ અહેવાલને ફરીથી પોસ્ટ કરીને, એલન મસ્કએ પોતે X વિશ્વની પાંચમી સૌથી વધુ વિઝિટ કરાયેલી વેબસાઇટ હોવા અંગે ચાહકોને જાણ કરી છે.
નંબર વન પર આ વેબસાઇટ
સિમિલર વેબ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, સૌથી વધુ વિઝિટ કરાયેલી વેબસાઇટ્સની યાદીમાં Google.com ટોચ પર છે. Google .com માટે એવરેજ વિઝીટ ડ્યુરેશન પ્રતિ યુઝર 10.38 મિનિટ છે. ગૂગલના પ્રતિ વિઝિટ પેજ વ્યુઝ 8.66 છે જ્યારે વેબસાઈટનો બાઉન્સ રેટ 28.66 ટકા છે.
આ વેબસાઇટ બીજા નંબર પર
જો આપણે બીજા નંબરની સૌથી વધુ વિઝિટ કરાયેલી વેબસાઇટ વિશે વાત કરીએ, તો અહીં પણ ગૂગલનું વર્ચસ્વ ચાલુ છે. ગૂગલની કંપની યુટ્યુબ બીજા સ્થાને છે. YouTube ની એવરેજ વિઝીટ ડ્યુરેશન 20.19 મિનિટ છે. તેનો અર્થ એ કે દરેક યુઝર્સ ઓછામાં ઓછા 20.19 મિનિટ YouTube પ્લેટફોર્મ પર વિતાવે છે. યુટ્યુબ પર પેજ વિઝીટની વાત કરીએ તો તે 11.56 ટકા છે જ્યારે તેનો બાઉન્સ રેટ 21.47 ટકા છે.
સૌથી વધુ વિઝિટ કરાયેલી વેબસાઇટની યાદીમાં Facebook.com ત્રીજા નંબરે છે. ફેસબુકની એવરેજ વિઝીટ ડ્યુરેશન 10.31 મિનિટ છે. ફેસબુકના પેજ વ્યુઝ પ્રતિ વિઝિટ 8.61 છે અને બાઉન્સ રેટ 31.37 ટકા છે. તે જ સમયે, મેટાની એક વેબસાઇટનું નામ પણ આ યાદીમાં ચોથા નંબર પર સામેલ છે. ઇન્સ્ટાગ્રામ ચોથા નંબર પર છે. Instagramની વિઝીટ ડ્યુરેશન 8.15 મિનિટ છે.