અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. કોર્પોરેશન ખાતે યોજાયેલી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની પસંદગી કરવામાં આવી છે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી પર દેવાંગ દાણીને બેસાડવામાં આવ્યા છે. તો શાસકપક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરાયું છે. પ્રતિભા જૈન શાહીબાગના કોર્પોરેટર છે, તેમની આ ત્રીજી ટર્મ છે. પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. વર્તમાન સમયમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે.
વડોદરાના મેયર તરીકે પિન્કીબેન સોની
વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે.





