તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપલ તૈય્યપ એર્દોગને ભારત- મિડલ ઈસ્ટ- યુરોપ કોરિડોર (IMEEC) ટ્રાન્સપોર્ટપ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. એદોર્ગને કહ્યું કે તેમને જાણ છે કે વિશ્વના સંખ્યાબંધ દેશો ટ્રેડ કોરિડોર બનાવીને પોતાના પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રેચેપ તૈય્યપ એર્દોગન તુર્કી પરત ફરી ચૂક્યા છે અને તેમના સુર પણ બદલાઈ ગયા છે. ભારતમાં G-20 સમિટમાં તેમની સાથે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા એદોર્ગને સોમવારે જણાવ્યું કે તુર્કી વગર કોઈ કોરિડોર નથી.
એર્દોગને કહ્યું કે તેઓ જાણે છે કે ઘણા દેશો વેપાર કોરિડોર બનાવીને તેમના પ્રભાવના ક્ષેત્રને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તેમણે ઈરાક ડેવલપમેન્ટ રોડ પ્રોજેક્ટને ટેકો આપ્યો હતો, જેનું લક્ષ્ય યુએઈ, કતાર, ઈરાન સુધી રેલવે-હાઈવે દ્વારા ગલ્ફને તુર્કી અને યુરોપ સાથે જોડવાનું છે.
G20 સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચેલા એર્દોગને PM મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં UNSCમાં ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નો કાયમી સભ્ય બને તો તુર્કીને “ગર્વ” થશે. એર્દોગને કહ્યું કે તમામ બિન-P5 સભ્યોને પરિભ્રમણ દ્વારા સુરક્ષા પરિષદના સભ્ય બનવાની તક મળવી જોઈએ.



