મણિપુરમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. NCS અનુસાર, તેનું કેન્દ્ર રાજ્યના ઉખરૂલથી 66 કિલોમીટર દૂર હતું. આ પહેલા ઇન્ડોનેશિયામાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. ટરનેટમાં આવેલા ભૂકંપની તૂવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. જોકે, આ ભૂકંપમાં કોઇ નુકસાનના સમાચાર નથી.
NCS અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 મેગ્નીટ્યૂડ માપવામાં આવી છે. આ ભૂકંપ સોમવારની રાત્રે 11 વાગીને એક મિનિટ અને 49 સેકન્ડ પર આવ્યો હતો, તેનું કેન્દ્ર ઉખરૂલમાં 20 કિમી ઉંડાઇમાં હતું. મંગળવાર સવારે ત્રણ વાગીને 39 મિનિટ પર અંદમાન સાગરમાં પણ ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 મેગ્નીટ્યૂડ માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 93 કિમી ઉંડાઇ હતું.



