ગુજરાતના કચ્છના મુન્દ્રા પોર્ટમાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર રોજિંદા જોવા મળે છે પરતું આ વખતે મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ નહીં પણ કરોડોની અદભૂત કલાકૃતિ મળી આવી છે. પોર્ટ પર ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરતા કલાકૃતિનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે વધુ સઘન તપાસ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડીઆરઆઇએ અદભૂત કલાકૃતિ કે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમત 26 કરોડ અને આઠ લાખ છે. આ કલાકૃતિઓ યુનાઇટેડ કિગ્ડમ અને યુરોપમાંથી ચોરાયેલી છે જેનો મોટો જથ્થો ડીઆરઆઇએ પકડી પાડયો છે. આ મુદ્દામાલ પકડાતા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

