અયોધ્યામાં રામ જન્મભૂમિમાં મંદિરનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ચાલી રહેલા ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે એક ફોટો શેર કર્યો જેમાં આ અવશેષો એકઠા કરીને રાખવામાં આવ્યા છે.
આ ફોટો સાથે તેણે લખ્યું, શ્રી રામ જન્મભૂમિમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પ્રાચીન મંદિરના અવશેષો. તેમાં ઘણી પ્રતિમાઓ અને સ્તંભોનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી વધુ માહિતી આપવામાં આવી નથી. મળી આવેલા અવશેષોમાં પ્રાચીન શિલ્પો, પ્રાચીન મંદિરના સ્તંભો, શિવલિંગના અવશેષો અને અન્ય પથ્થરોનો સમાવેશ થાય છે. આ તમામ અવશેષો મંદિર પરિસરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. રામલલાના દર્શન કરવા આવતા ભક્તોને પણ આ અવશેષો જોવાનો મોકો આપવામાં આવે છે. આ માટે તેમને ગેલેરીમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમને સંબંધિત માહિતી આપવામાં આવી છે. પથ્થરો પર કોતરણીઓ દેખાય છે. થાંભલાઓ પર કોતરણીવાળી મૂર્તિઓ પણ જોવા મળે છે.





