મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. જેને તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.
મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની અઢી વર્ષની ટમ પૂર્ણ થતા આજે નવા હોદ્દેદારોની વરણી કરવા માટે બેઠક મળી હતી જેમાં સથરા બેઠક પરથી ચૂંટાયેલા દુલાભાઈ ઓઘડભાઈ ભાલીયાની મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત બીલડી તાલુકા પંચાયતની બેઠક પરથી વિજેતા થયેલ લાભુબેન ધનાભાઈ ભુંગળવાની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખને ઉપસ્થિત તમામ સભ્યો તથા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફુલહારથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી