પાકિસ્તાન સામેની ગ્રૂપ મેચ સિવાય, રોહિતે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે અને આ દરમિયાન ચાહકોએ તેની બેટિંગનો ઘણો આનંદ લીધો છે. હવે તેણે શ્રીલંકા સામે તેની અડધી સદીની ઇનિંગ્સમાં 2 છગ્ગા ફટકારીને શાહિદ આફ્રિદીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે શુભમન ગિલ સાથે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. રોહિતે કારકિર્દીમાં 10 હજાર રન પૂરા કર્યા અને આ સાથે તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો. આ
એશિયા કપ ટૂર્નામેન્ટમાં આ તેની 27મો છગ્ગો હતો. આ સાથે તેણે પાકિસ્તાની વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો. આફ્રિદીના નામે એશિયા કપમાં 26 સિક્સર હતી જ્યારે રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચમાં 4 સિક્સર ફટકારીને આ રેકોર્ડની બરાબરી કરી હતી. હવે હિટમેને આફ્રિદીને પાછળ છોડી દીધો છે. રોહિતના નામે હવે 28 સિક્સર છે, કારણ કે તેણે 48 બોલમાં રમાયેલી 56 રનની ઈનિંગ દરમિયાન પથિરાનાને બીજી સિક્સ ફટકારી હતી. જો કે, જ્યારે પણ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મેદાન પર આવે છે, ત્યારે તે ચોક્કસપણે કોઈને કોઈ રેકોર્ડ પોતાના નામે કરી લે છે.