રાજ્ય સરકાર દ્વારા લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે માટે અનેક આરોગ્યલક્ષી સેવાઓ અમલી છે. જેમાં ૧૦૮, સિવિલ હોસ્પિટલ, પદમકુંવરબા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો(સી.એચ.સી.), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો(પી.એચ.સી.), અર્બન આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટર, આયુર્વેદ હોસ્પિટલ, જન ઔષધી કેન્દ્રો, આયુષ્માન કાર્ડ(પી.એમ.જે.એ.વાય), આભા કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વર્ષ એપ્રિલ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધી રાજકોટ જિલ્લામાં દર્દીનારાયણો માટે સરકારી દવાખાનો- હોસ્પિટલમાં નોંધપાત્ર કામગીરી થઇ છે. રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેષ રાઠોડે આપેલ માહિતી અનુસાર, રાજકોટ જિલ્લામાં એક મેડિકલ કોલેજ, એક જિલ્લા કક્ષાની હોસ્પિટલ, ૫ એસ.ડી.એસ, ૧૨ સી.એચ.સી.(સામુહિક આરોગ્ય કેન્દ્રો), ૫૪ પીએચસી(પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો), ૩૪૭ સબ સેન્ટર, ૧૧ અર્બન હેલ્થ સેન્ટર, સી.એમ.ટી.સી.૩ અને એન.આર.સી. એક, ૭ એફ.આર.યુ. આવેલા છે. જેમાં પી.એમ.જે.એ.વાય.માં જોડાયેલી ૫૫ હોસ્પિટલો છે. રાજકોટ જિલ્લાની આરોગ્ય સંસ્થાના ૩૪૭ સબ સેન્ટર્સ પૈકી ૨૨૫ ને પોતાના મકાનો છે જયારે ૧૨૮ના બાંધકામ ચાલી રહયા છે. ૫૪ પી.એચ.સી. પાસે પોતાના મકાનો છે. જયારે અન્ય ૨૯ના બાંધકામ ચાલી રહયા છે, ૧૨ સી.એચ.સી. પોતાના મકાનોમાં જ કાર્યરત છે. ૧૧ પૈકી પાંચ તાલુકા ઓફિસ પાસે પોતાના મકાનો છે. આરોગ્ય અધિકારી(એ.ડી.એચ.ઓ.) ડો.પી.કે.સિંગના જણાવાયા અનુસાર, રાજકોટ જિલ્લામાં આરોગ્ય કેન્દ્ર ઉપર થયેલી ઓ.પી.ડી., આઇ.પી.ડી, લેબ ટેસ્ટ અને પસુતિ જોઇએ તો, પી.એચ.સી.માં ઓપીડી ૮,૦૨,૬૬૦, આઇ.પી.ડી. ૧૪૮૨૧, લેબ ટેસ્ટ ૬૭૨૦૧૧ અને પસુતિ ૪૬૯ થઇ હતી. સીએચસીમાં ઓપીડી ૫,૧૬,૦૯૭, આઇપીડી ૩૧૧૭૦, લેબ ટેસ્ટ ૩૯૦૦૫૩ અને પ્રસુતિ ૩૭૩૪, ઓપરેશન ૧૯૫ થઇ હતી. એસ.ડી.એચ.માં ઓ.પી.ડી. ૮,૩૮,૩૧૭, આઇ.પી.ડી્ ૫૫૯૬૬, લેબ ટેસ્ટ ૯૮૮૬૩૬, પ્રસુતિ ૬૪૯૧, ઓપરેશન ૨૭૬૯ થયા હતા. પ્રધાન મંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન યોજનાનો ૨૦૯૯૩ લાભાર્થીઓને, ૨૪૪૫ લાભાર્થીઓને જનની સુરક્ષા યોજનાનો, ૧૯૦૯૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ તથા ૫૫૩૨ લાભાર્થીઓને કસ્તુરબા પોષણ યોજનાનો લાભ અપાયો હતો. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK)માં ૪૬૦૧૮ માતાઓને વિના મૂલ્યે દવાઓ, ૨૫૭૪૧ને ખોરાક, ૪૧૯૬૭ને તપાસ અને ૪૯૬ માતાઓને લોહી અપાયુ હતું. ૦ થી ૨ માસના બાળકોને અપાયેલ સુવિધા જોઇએ તો ૪૦૩૩ બાળકોને નિઃશુલ્ક દવાઓ, ૧૭ ને ખોરાક, ૩૬૩૭ને તપાસ અને ૪૩ માતાઓને લોહી અપાયુ હતું. ૨ માસથી ૧ વર્ષ સુધીના બાળકોને અપાયેલ સુવિધા જોઇએ તો ૧૮૮૨૨ બાળકોને મફત દવાઓ, ૫૦૯ ને ખોરાક, ૧૫૭૭૮ને વિના મૂલ્યે તપાસ કરાઇ હતી. ટી.બી.મા શંકાસ્પદ સ્પુટમ ચેક ૪૭૦૨૯ના થયા છે. સરકારમાં નોંધાયેલા ટી.બી.ના કેસ ૨૫૩૪ , ખાનગીમાં ૨૭૭ છે. એટલે કે ૨૮૧૧ કેસ કુલ નોંધાયેલા છે. નિક્ષય પોર્ટલમાં ઓનલાઇન એન્ટ્રી ૨૮૧૧ ની થઇ છે. સાજા થયેલ દર્દી ૧૫૧૫ છે. ગંભીર સારવાર ઉપર મુકલે દર્દી ૭૧ છે. જેમાં ૧૯૯૩ દર્દીઓના એચ.આઇ.વી. રિપોર્ટ કરાવ્યા છે.૧૯૯૧ ના ડાયાબીટીસ ચેક કરાવ્યા, ૧૫૧૮ને નિક્ષય પોષણ સહાય યોજના પબ્લિક, જયારે પ્રાઇવેટ અને પબ્લિક ૧૫૫૯ નોંધાયા છે. જન્મજાત મોતિયો ૧૧, જેમાંથી સાતના ઓપરેશન કરાયા છે, જે પૈકી હાલ ચારને સારવાર અપાઇ રહી છે, જન્મજાત હદયરોગના ૧૮૧ પૈકી ૪૩ ઓપરેશન કરાયા છે, જન્મજાત બહેરાશના ૨૩ પૈકી ૧૧ ઓપરેશન અને હાલ ૧૨ની સારવાર થઇ રહી છે, કલબફુટ બાળકો(વાંકાપગ) ૯૫, જેમાંથી ૩૨ના ઓપરેશન હાલ ૬૩ ને સારવાર પૂરી થઇ છે, કલેફટ લીપ અને પેલેટ(તુટેલા હોઠ અને તાળવુ) ૪૯ જેમાંથી ૨૮ના ઓપરેશન હાલ ૨૧ને સારવાર થઇ રહી છે.