નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત સ્કેપ પોલીસીની ચર્ચા છે જે છેલ્લા પાંચ વર્ષથી ગાજી રહી છે પણ તેનો અમલ હજુ શરુ થયો નથી. હવે નવી વૈકલ્પિક સ્કેપ પોલીસી આવી છે જે મુજબ ઓકટોબર-2024થી આઠ વર્ષ જૂના વાહનો માટે ફીટનેસ સર્ટીફીકેટ લેવું ફરજીયાત બની જશે. આ ફકત કોમર્શિયલ વાહનો માટે જ છે.આમ આ પોલીસી હજું 1 વર્ષ પછી લાગુ થશે અને જે વાહનો આ પ્રકારના ‘ફીટનેસ સર્ટી’ મેળવી શકશે નહી તેનું રજીસ્ટ્રેશન રીન્યુ થશે નહી અને તે વાહન પછી માર્ગ પર દોડાવી શકાશે નહી.
માર્ગ વાહન વ્યવહાર વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, તા.12 સપ્ટેમ્બર 2023ના તે અંગેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે જે મુજબ આઠ વર્ષ જૂના વાહનોએ દર બે વર્ષ એક વખત આ પ્રકારે ફિટનેસ સર્ટીફીકેટ લેવું ફરજીયાત બનશે.
જયારે આઠ વર્ષથી વધુ જૂના વાહનોએ આ માટે ઓટોમેટીક ટેસ્ટીંગ સેન્ટર સ્થાપવામાં આવશે અને જે વાહનો આઠ વર્ષથી વધુ જૂના હોય તેણે દર વર્ષે એક વખત આ પ્રકારે ફીટનેસ સર્ટીફીકેટ લેવું પડશે. સરકારે અગાઉ એક સ્કેપ પોલીસીમાં 15 વર્ષથી જૂના કોમર્શિયલ અને 20 વર્ષ કે તેથી જુના ખાનગી વાહનો માટે ફીટનેસ સર્ટી ફરજીયાત બનાવ્યા હતા અને તેમાં જે વાહનો નિષ્ફળ જાય તેવું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે તેવું જારી થયું હતું તે ઉપરાંત નવા વાહનો ખરીદીમાં પણ સ્ક્રેપમાં પોતાના વાહન મુકનારને ખાસ રીબેટ મળે તે પણ આકર્ષણ હશે તેવું કહેવાતું પણ તેનો અમલ થયો નથી