આફ્રિકન દેશ લીબિયાના પૂર્વ શહેર ડર્નામાં છેલ્લા 24 કલાકમાં 6થી વધુ લોકોના શબ મળ્યા છે. 20 હજારથી વધુ લોકોના માર્યા ગયાના અને 5 હજારથી વધુ લોકો ગાયબ થવાના સમાચાર છે. શહેરના મેયર અનુસાર, લીબિયાના ડર્ના શહેરમાં વિનાશક પૂરમાં મૃતકોની સંખ્યા 18 હજારથી 20 હજાર સુધી હોઇ શકે છે. લીબિયામાં અચાનક આવેલા પૂરને કારણે એક તોફાન આવ્યું હતું જેને કારણે ભયાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આ તોફાનનું નામ ડેનિયલ છે. તોફાનને કારણે પૂર આવતા કેટલાક ડેમને પણ તોડી નાખ્યા હતા. ડેમ તૂટતા પાણી ઝડપથી શહેર અને ગામમાં આવી ગયું હતું. કહેવામાં આવે છે કે ડર્નામાં 20 હજાર કરતા વધુ લોકોના માર્યા જવાની આશંકા છે.
ડર્ના દરિયા કિનારે વસેલું શહેર છે. અહીં 89 હજાર લોકો રહે છે પરંતુ તોફાનને કારણે દરિયાઇ પૂર અને વરસાદને કારણે આવેલા પૂરે કેટલાક રસ્તા અને બ્રિજને તોડી નાખ્યા છે.લીબિયાની સ્થિતિ મોરક્કો કરતા પણ વધુ ખરાબ છે. મોરક્કોમાં પણ તાજેતરમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો જ્યાં ત્રણ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. હેલ્થ મંત્રીએ જણાવ્યું કે કેટલાક વિસ્તારમાં પાણીમાં તરતી લાશો જોવા મળતી હતી, કેટલાક ઘરમાં શબ સડી ચુક્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે દરિયામાં લાશ તરતી જોવા મળી છે. અત્યાર સુધી 6886 શબ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, આ મૃતકઆંક 20 હજાર સુધી પહોંચી શકે છે.
અલ ઝઝીરા અનુસાર, પોર્ટ સિટી ડેર્ના પાસે બે ડેમ હતા, તોફાન અને પૂરથી આ તૂટી ગયું હતું જેમાં એક ડેમની હાઇટ 230 ફૂટ હતી. સૌથી પહેલા આ ડેમ જ તૂટ્યો હતો. આખા શહેરમાં પૂરનું પાણી આવી ગયું હતું. 10 હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં અત્યાર સુધી 4 હજાર લોકોના મોત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે મૃતકોને દફનાવવાની જગ્યા પણ બચી નથી. લાશો રસ્તા પર જોઇ શકાય છે.





