તાલુકા પંચાયતમાં પક્ષવિરોધી મતદાન કરનાર સામે કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ક્રોસ વોટિંગ કરનાર 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કડક પગલા ભરતા રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ મતદાનમાં ગેરહાજર રહેનાર 9 સભ્યોને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. ગારિયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિદ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર અને મહુવાના સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સપાટો બોલાવતા કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે.





