WhatsApp આજે વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેને કરોડો રૂપિયામાં ખરીદ્યું હતું અને તે હજુ પણ ફ્રી પ્લેટફોર્મ છે પરંતુ હવે ઝકરબર્ગ તેને ફી આધારિત એપ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. એવા સમાચાર છે કે વોટ્સએપને હવે પેડ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં WhatsApp ચેટની વચ્ચે તમને એડ્સ જોવા મળી શકે છે.
અપડેટ વોટ્સએપ ચીફ વિલ કેથકાર્ટે આ મીડિયા રિપોર્ટને ફગાવી દીધો છે. વિલ કેથકાર્ટે કહ્યું કે આ રિપોર્ટ ખોટો છે અને અમે આવું નથી કરી રહ્યા. વિલે એક્સ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
આ બાબતથી પરિચિત ત્રણ લોકોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે મેટાની ટીમો WhatsApp ચેટ સ્ક્રીન પર કોન્ટેક્ટ સાથેની વાતચીતની યાદીમાં જાહેરાતો દર્શાવવી કે કેમ તે અંગે ચર્ચા કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મેટા ટીમ જાહેરાત-મુક્ત સંસ્કરણ માટે સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવી કે કેમ તે અંગે પણ વિચારણા કરી રહી છે. જો એવું થાય છે કે તમારે એડ ફ્રી વોટ્સએપનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચવા પડશે. મેટાએ રોઇટર્સના આ અહેવાલનો તરત જ જવાબ આપ્યો ન હતો. જૂનની શરૂઆતમાં, મેટાએ કહ્યું હતું કે તે WhatsApp અને Messenger એપ્સમાં ChatGPT જેવા ચેટબોટ્સનો સમાવેશ કરવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં બિઝનેસ એપને લઈને સમાચાર આવ્યા હતા કે Meta WhatsAppને નફાકારક પ્રોડક્ટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp ભારત અને બ્રાઝિલમાં તેની સર્વિસ ફી આધારિત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ફી આધારિત ચેટિંગ સેવા માત્ર WhatsApp બિઝનેસ એકાઉન્ટ માટે જ હશે એટલે કે તમારે માત્ર WhatsApp Business એપ દ્વારા ચેટિંગ માટે ચૂકવણી કરવી પડશે.